હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ: અમેરિકા સમક્ષ મૂકી 7 શરતો Nov 06, 2026 નવી દિલ્હી,પ્રતિબંધો હટાવવા સહિતની માગણીઓ સાથે કતાર મારફતે મોકલ્યો નવો અણુ પ્રસ્તાવઈરાને કતારની મધ્યસ્થી દ્વારા અમેરિકાને એક નવો અણુ શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. ઈરાને સ્પષ્ટ શરત મૂકી છે કે જો અમેરિકા તેની 7 શરતો સ્વીકારી લે, તો જ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે અને આગળની વાટાઘાટો શરૂ થઈ શકશે.ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ રશિયા પ્રવાસ દરમિયાન આ શરતોનો ઉલ્લેખ કર્યો હતો. આ સાત શરતોમાં ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવા, વિદેશી બેંકોમાં ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિ મુક્ત કરવી, યુદ્ધનું નુકસાની વળતર આપવું તેમજ અમેરિકન નૌકાદળની નાકેબંધી અને સૈન્યની વાપસીનો સમાવેશ થાય છે. હાલ અમેરિકા વહીવટીતંત્ર આ પ્રસ્તાવની બારીકાઈથી સમીક્ષા કરી રહ્યું છે. Previous Post Next Post