ધનતેરસના પર્વે ચાંદીમાં ₹3,440 અને સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,994 નો ઘટાડો Nov 06, 2026 મુંબઈ,મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે મોટો કડાકો નોંધાયોદેશભરમાં ધનતેરસના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં જોવા મળી રહેલી સતત તેજીને બ્રેક વાગતાં શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સત્તાવાર આંકડાઓ અનુસાર, અગાઉના ₹1,87,140 ના બંધ સામે ચાંદી આજે ₹1,85,499 ના સ્તરે ઓપન થઈ હતી. જોકે, ઊંચા મથાળે વેચવાલીનું જોર વધતાં ચાંદી ઘટીને પ્રતિ કિલોએ ₹1,83,700 ની નીચલી સપાટીએ પહોંચી ગઈ હતી.બીજી તરફ સોનાના ભાવમાં પણ પ્રારંભિક કારોબારમાં જ મોટું ગાબડું પડ્યું છે. અગાઉના ₹1,44,095 ના બંધ ભાવ સામે સોનું ₹1,42,161 પર ખૂલ્યા બાદ ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,42,101 ની નીચલી સપાટીને સ્પર્શી ગયું હતું. Previous Post Next Post