રાજકોટનો લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ ₹૨૪.૬૧ કરોડ પર પહોંચ્યો Sep 08, 2026 રાજકોટ, કામ આખરી તબક્કામાં પહોંચતા એજન્સી દ્વારા વધુ ૮ કરોડની માગણીરાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તૈયાર થઈ રહેલા અત્યાધુનિક લાયન સફારી પાર્કના પ્રોજેક્ટના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. મૂળ અંદાજ કરતાં આ પ્રોજેક્ટ હવે રાજકોટ મહાનગરપાલિકાને ₹૨૪.૬૧ કરોડ જેટલી માતબર રકમમાં પડશે. સફારી પાર્કનું કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે ત્યારે જ એજન્સી દ્વારા વધુ નાણાંની માગણી કરવામાં આવતાં મ્યુનિસિપલ તંત્ર પર નાણાકીય ભારણ વધ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટીઝના નિર્માણ માટે અગાઉ ₹૧૬.૬૬ કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી દરમિયાન તેમાં અંદાજે ₹૭.૯૪ કરોડનો વધારો થતાં હવે કુલ ખર્ચ વધીને ₹૨૪.૬૧ કરોડ સુધી પહોંચી ગયો છે. કામ આખરી ચરણમાં પહોંચતા જ એજન્સીએ નાણાકીય અછત કે વધારાના ખર્ચને લઈને રજૂઆતો કરતાં કોર્પોરેશન સમક્ષ નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.ખર્ચના આ વધારા વચ્ચે રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર એ પણ છે કે આગામી દિવાળીના તહેવારો સુધીમાં આ લાયન સફારી પાર્ક ખુલ્લો મુકાય અને તે સંપૂર્ણપણે ધમધમતો થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રવાસીઓ માટે સિંહના ખુલ્લા દર્શનનો રોમાંચ વધારવા માટે તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટીઝના ખર્ચમાં ₹૭.૯૪ કરોડનો મોટો વધારોઆ વધારાના ખર્ચ અંગે અંતિમ નિર્ણય લેવા માટે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કમિટી સમક્ષ કુલ ૨૫ જેટલી મહત્વની દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જેમાં લાયન સફારી પાર્કના વધારાના ખર્ચ ઉપરાંત બગીચાની જાળવણી, પે એન્ડ યુઝ ટોયલેટનું સંચાલન અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત થયેલા ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અંતે નિર્ણયો લેવામાં આવશે. Previous Post Next Post