રણવીરની ‘ધુરંધર’ સાત કલાકના શૂટ બાદ બે ભાગમાં રીલિઝ કરવાનો મહત્વનો નિર્ણય Nov 19, 2025 બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ માટે આગામી ફિલ્મ ‘ધુરંધર’ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી તેમની કારકિર્દી સ્થિર નથી રહી, અને આ ફિલ્મને તેઓ કમબેક પ્રોજેક્ટ તરીકે જોતા હોવાનું માનવામાં આવે છે.ફિલ્મનું કુલ શૂટિંગ સાત કલાકથી વધુ થયું છે. એડિટિંગ દરમિયાન ફિલ્મનું ફુટેજ એટલું વિશાળ નીકળ્યું કે ફિલ્મમેકર્સે તેને બે ભાગમાં રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. જાણકારી મુજબ પહેલો ભાગ આવતા ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો ભાગ છ મહિના બાદ રીલિઝ થવાની શક્યતા છે.'ધુરંધર'માં રણવીર સિંહ સાથે આર. માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ જેવા મજબૂત કલાકારોની મહત્વપૂર્ણ ભૂમિકાઓ જોવા મળશે.રણવીરના છેલ્લા બે વર્ષ નિષ્ક્રિય રહ્યા હતા. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' બાદ તેમની કોઈ મોટી સફળ ફિલ્મ નથી આવી. હાલ તેમની પાસે 'ધુરંધર' અને ત્યારબાદ ‘ડોન 3’ સિવાય અન્ય કોઈ મોટું પ્રોજેક્ટ નથી. તાજેતરમાં જાહેર થયેલી તેમની ત્રણ ફિલ્મો પણ સ્થગિત થઇ ગઈ છે.ફેન્સ હવે 'ધુરંધર'ને રણવીરની કારકિર્દી માટે નવી દિશા આપતી ફિલ્મ તરીકે જોઈ રહ્યા છે. Previous Post Next Post