અમેરિકાનો મોટો નિર્ણય: સાઉદી અરબને F-35 યુદ્ધ વિમાનોની મંજૂરીથી મધ્યપૂર્વમાં ઈઝરાયલનું તણાવ વધ્યું Nov 19, 2025 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સઉદી અરબને ફિફ્થ જનરેશન એફ–35 ફાઈટર જેટ આપવા મંજૂરી આપતા મધ્યપૂર્વની રાજકીય હલચલ વધુ તેજ બની છે. ઈઝરાયલ માટે આ નિર્ણય ચિંતા વધારનાર માનવામાં આવે છે. વ્હાઈટ હાઉસ ખાતે સઉદી ક્રાઉન પ્રિન્સ સલમાનની મુલાકાત દરમ્યાન બંને દેશોએ સુરક્ષા, આર્થિક સહકાર અને ઇંડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ અંગે વિશાળ ચર્ચા કરી હતી.ક્રાઉન પ્રિન્સના સ્વાગત માટે વ્હાઈટ હાઉસની બહાર અમેરિકા અને સઉદી અરબના ધ્વજો લગાવવામાં આવ્યા હતા, જે અત્યંત ખાસ સન્માન ગણાય છે. મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ટેકનોલોજી, બાયોટેક, ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત કરવા ચર્ચા થઈ.અહેવાલ મુજબ સઉદી અરબ અમેરિકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે. એફ–35 વિમાનોના સોદાથી પણ અમેરિકા આર્થિક રીતે મોટો લાભ મેળવશે. ક્રાઉન પ્રિન્સનું સન્માન મિલિટરી બેન્ડ, તોપોની સલામી અને ભવ્ય ભોજન સાથે કરવામાં આવ્યું હતું.આ મુલાકાત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવા પડાવ પર લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. Previous Post Next Post