નવા વર્ષ 2026માં સેન્સેક્સ 1,00,000ને પાર કરશે, વૈશ્વિક શેરબજાર નિષ્ણાંત ક્રિસ્ટોફર વુડની મોટી આગાહી

નવા વર્ષ 2026માં સેન્સેક્સ 1,00,000ને પાર કરશે, વૈશ્વિક શેરબજાર નિષ્ણાંત ક્રિસ્ટોફર વુડની મોટી આગાહી

ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક સમયથી અનિશ્ચિતતાના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, છતાં સમયાંતરે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈઓને સ્પર્શતા રહ્યા છે. હવે વૈશ્વિક શેરબજારના પ્રખ્યાત નિષ્ણાંત અને જેફરીઝના ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડએ મોટી આગાહી કરતાં કહ્યું છે કે, નવા વર્ષ 2026માં સેન્સેક્સ 1,00,000ના આંકને આંબી શકે છે.

તેમના જણાવ્યા મુજબ, શેરબજારમાં વધઘટ વચ્ચે પણ તેજીનું વલણ યથાવત રહેશે. જો કોર્પોરેટ કંપનીઓની કમાણીમાં સુધારો જોવા મળશે, તો બજારમાં વર્તમાન સ્તરથી 10થી 15 ટકાનું રિટર્ન મળવાની શક્યતા છે.
 

AI યુગ ભારત માટે ચિંતા જનક?

ક્રિસ્ટોફર વુડે જણાવ્યું કે વર્ષ 2025 મુખ્યત્વે અમેરિકાના દ્રષ્ટિકોણથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેન્દ્રિત રહ્યું હતું. આ ક્ષેત્રમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થયું. જોકે, અમેરિકન માર્કેટનો દેખાવ સારોય રહ્યો, પરંતુ અન્ય ઈમર્જિંગ માર્કેટની સરખામણીએ તેનું પ્રદર્શન મર્યાદિત રહ્યું.

એશિયા અને અન્ય ઉદયમાન બજારોની તુલનામાં ભારતીય શેરબજારનું પ્રદર્શન 2025માં નબળું રહ્યું, જે ઘણા વર્ષો બાદ જોવા મળ્યું. જોકે, વુડના કહેવા મુજબ આ અનિશ્ચિતતા અચાનક નહોતી.
 

ડોલર સામે રૂપિયાનો ધબડકો આશ્ચર્યજનક

ક્રિસ્ટોફર વુડે ખાસ કરીને ડોલર સામે રૂપિયાના મોટા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે શેરબજારમાં અસ્થિરતા સામાન્ય છે, પરંતુ કરન્સી માર્કેટમાં જે રીતે રૂપિયો નબળો પડ્યો તે આશ્ચર્યજનક છે.

તેમના મતે, ડોલર સામે રૂપિયો 89ની નીચે રહેવું યોગ્ય નથી, કારણ કે તેનાથી વેપાર અને અર્થતંત્રમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાઈ શકે છે. સરકાર ઈરાદાપૂર્વક રૂપિયાને નબળો રાખી રહી છે કે અન્ય કારણો છે, તે સ્પષ્ટ નથી.
 

2026માં શેરબજારની સાયકલ ફરી ગતિ પકડી શકે

ક્રિસ્ટોફર વુડના મતે, ભારતીય શેરબજારની સાયકલ 2026માં ફરી એકવાર તેજીના માર્ગે આગળ વધી શકે છે. કોર્પોરેટ કમાણી મહત્વની ભૂમિકા ભજવશે, પરંતુ ઘરેલુ પરિબળો કરતાં વૈશ્વિક સ્તરે AIના વિકાસનો પ્રભાવ વધુ રહેશે.

જો વૈશ્વિક સ્તરે AIનો યુગ વધુ ઝડપ પકડે, તો ભારત માટે તેની નેગેટિવ અસર થવાની શક્યતા પણ છે. કોરિયા, તાઈવાન અને ચીન જેવા દેશો AI ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી રહ્યા છે, જ્યારે ભારતમાં હજુ સુધી એવી મોટી AI કંપનીઓ કે શેર ઉપલબ્ધ નથી, જેને ‘સોનાની ખાણ’ કહી શકાય.
 

વિદેશી રોકાણકારોની ફરી એન્ટ્રી શક્ય

તાજેતરમાં વિદેશી નાણાં સંસ્થાઓ દ્વારા ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. હવે તેઓ માનવા લાગ્યા છે કે ડોલર સામે રૂપિયો બોટમ-આઉટ થઈ ગયો છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) તરફથી ખરીદી વધવાની શક્યતા છે.
 

10–15% રિટર્ન સાથે સેન્સેક્સ 1,00,000નો લક્ષ્યાંક

ક્રિસ્ટોફર વુડના કહેવા મુજબ, જો કોર્પોરેટ કમાણીમાં જોર આવે તો શેરબજારમાં 10થી 15 ટકાનો સુધારો શક્ય છે. આવી સ્થિતિમાં નવા વર્ષ 2026 દરમિયાન સેન્સેક્સ 1,00,000નો આંક પાર કરી શકે છે.

જોકે, કરન્સી માર્કેટમાં રિટર્ન નબળું રહી શકે છે, પરંતુ શેરબજારમાં રોકાણકારોને સારો ફાયદો મળી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે હવે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. સેન્સેક્સમાં 30 શેર છે, જ્યારે નિફ્ટીમાં 50 શેર હોવાથી હવે સેન્સેક્સની અગાઉ જેવી બોલબાલા રહી નથી.
 

સોના-ચાંદી અંગે પણ આગાહી

સોના અને ચાંદી અંગે વાત કરતાં ક્રિસ્ટોફર વુડે કહ્યું કે, ખાસ કરીને સોનામાં હજુ તેજી જાળવાઈ રહેવાની સંભાવના છે, જે રોકાણકારો માટે સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો