ટીમ ઈન્ડિયાના 2026 શેડ્યૂલનું જાહેર, જાણો કયારે, કયા શહેરમાં અને કોની સામે રમાશે મૅચો

ટીમ ઈન્ડિયાના 2026 શેડ્યૂલનું જાહેર, જાણો કયારે, કયા શહેરમાં અને કોની સામે રમાશે મૅચો

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે 2026 વર્ષ ખુબ જ રસપ્રદ રહેશે. ટીમ ઈન્ડિયા વિવિધ આંતરરાષ્ટ્રીય અને દેશભરના ટૂર્નામેન્ટ્સમાં વ્યસ્ત રહેશે, જેમાં વનડે, ટી20, T20 વર્લ્ડ કપ અને IPL સહિતની મેચો સામેલ છે. વર્ષની શરૂઆત જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે રમશે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાં રમત જોવા મળશે.
 

જાન્યુઆરી 2026: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી

વનડે શ્રેણી (3 મેચ):

  • 11 જાન્યુઆરી: વડોદરા
  • 14 જાન્યુઆરી: રાજકોટ
  • 18 જાન્યુઆરી: ઇન્દોર
     

ટી20 શ્રેણી (5 મેચ):

  • 21 જાન્યુઆરી: નાગપુર
  • 23 જાન્યુઆરી: રાયપુર
  • 25 જાન્યુઆરી: ગુવાડાટી
  • 28 જાન્યુઆરી: વિશાખાપટ્ટનમ
  • 31 જાન્યુઆરી: તિરુવંતપુરમ
     

ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ

  • 7 ફેબ્રુઆરી: ઈન્ડિયા vs યુએસએ, મુંબઈ
  • 12 ફેબ્રુઆરી: ઈન્ડિયા vs નામીબિયા, દિલ્હી
  • 15 ફેબ્રુઆરી: ઈન્ડિયા vs પાકિસ્તાન, કોલંબો
  • 18 ફેબ્રુઆરી: ઈન્ડિયા vs નેધરલેન્ડ્સ, અમદાવાદ
     


માર્ચ–મે 2026: IPL મોસમ

T20 વર્લ્ડ કપ 8 માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ IPL ૨૦૨૬ શરૂ થશે, જે માર્ચના અંતમાં શરૂ થઈ મેના અંત સુધી ચાલશે. આ દરમિયાન કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે નહીં.
 

જૂન 2026: અફઘાનિસ્તાન સામે શ્રેણી

FTP અનુસાર, ભારતીય ટીમ જૂનમાં અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે એક ટેસ્ટ અને ત્રણ વનડે રમશે. સીરિઝના ચોક્કસ તારીખો હજુ ફાઇનલ નક્કી થયા નથી, પરંતુ અનુમાન છે કે સીરિઝ બીજા અઠવાડિયામાં શરૂ થશે.
 

જુલાઈ 2026: ઈંગ્લેન્ડ સામે T20 અને વનડે

T20 શ્રેણી (5 મેચ):

  • 1 જુલાઈ: ચેસ્ટર લી-સ્ટ્રીટ
  • 4 જુલાઈ: માનચેસ્ટર
  • 7 જુલાઈ: નોર્ટિઘમ
  • 9 જુલાઈ: બ્રિસ્ટલ
  • 11 જુલાઈ: બાઉલ
     

વનડે શ્રેણી (3 મેચ):

  • 14 જુલાઈ: એજબેસ્ટન
  • 16 જુલાઈ: કાર્ડિફ
  • 19 જુલાઈ: લોર્ડ્સ, લંડન
     

ઓગસ્ટ 2026: શ્રીલંકા ટેસ્ટ સીરિઝ

ભારત ઓગસ્ટમાં શ્રીલંકા જઈ બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો ભાગ હશે. શેડ્યૂલ હજુ ફાઇનલ નક્કી નથી.

 

સપ્ટેમ્બર 2026: અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ

  • અફઘાનિસ્તાન સામે 3 T20 ઈન્ટરનેશનલ, સંભાવ્ય યજમાન UAE
  • વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડે અને T20 શ્રેણી
  • સપ્ટેમ્બર-ઓક્ટોબર: એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ ભાગ લેશે
     

ઓક્ટોબર 2026: વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે અને 5 T20 રમાશે. ન્યુઝીલેન્ડની મુલાકાત પણ ઓક્ટોબરમાં યોજાશે.
 

નવેમ્બર 2026: ન્યુઝીલેન્ડ T20 અને વનડે શ્રેણી

  • 2 ટેસ્ટ, 3 વનડે, 6 T20 ઈન્ટરનેશનલ મેચો
  • ઓક્ટોબર અંતમાં શરૂ થઈ નવેમ્બર સુધી ચાલી શકે છે
     

ડિસેમ્બર 2026: શ્રીલંકા સામે શ્રેણી

  • 3 વનડે અને 3 T20
  • આ સીરિઝ માટે હજુ ફાઇનલ શેડ્યૂલ જાહેર નથી