નવસારી-મરોલી રોડ પર કારની ટક્કર, પિતા-પુત્ર બ્રિજ પરથી નીચે પટકાયા, બેફામ કારચાલક અટકાયત Nov 18, 2025 નવસારી-મરોલી રોડ પર સાગરા ઓવરબ્રિજ નજીક કાતળું અકસ્માત સર્જાયું, જેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું. કારચાલક હરીશ નવીન મિસ્ત્રી પોતાના વાહન સાથે મરોલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો અને સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી બેઠો. પરિણામે બાઈક પર સવાર પિતા અમૃત મિસ્ત્રી અને પુત્ર હિરેન મિસ્ત્રી સાથે બેકાબૂ કાર અથડાઈ.ટક્કર એટલી જોરદાર હતી કે કાર બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી. પિતા ઘટના સ્થળ પર જ અવસાન પામ્યા, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાઈ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામ્યો. બંને મૃતક અને કારચાલક મરોલીના જ રહેવાસી હતા.કારચાલક હરીશ મિસ્ત્રી સામાન્ય ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર બાદ મરોલી પોલીસે તેને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. Previous Post Next Post