જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગયા Nov 18, 2025 આજે જસદણમાં માનવતાને શર્મસાર કરતી એક ભયાનક ઘટના સામે આવી છે. અજાણ્યા નિર્દયી માતા-પિતાએ પોતાના નવજાત શિશુને જન્મ આપ્યા પછી જીવતેઈ કાંટાની વાડમાં ફેંકી ફરાર થયા.માહિતી મુજબ, જસદણના ગંગા ભુવન વિસ્તારમાં, પ્રમુખ પાર્ક નજીક કાંટાની જાળી વચ્ચે બાળક ફસાયેલો મળ્યો હતો. નાનું બાળક લગભગ બે કલાકથી કાંટામાં ફસાયેલું રડી રહ્યું હતું. પ્રથમ લોકોએ રડવાનો અવાજ સાંભળ્યો, પરંતુ તે ક્યાંથી આવતો તે જાણી શક્યા ન હતા.જ્યારે અવાજ બંધ ન થયો, ત્યારે સ્થાનિક નાગરિકોએ શોધખોળ શરૂ કરી અને બાળકને કાંટાની વાડમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા. તરત જ 108 એમ્બ્યુલન્સ અને જસદણ પોલીસને જાણ કરવામાં આવી, અને બાળકને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને બાળકને છોડનાર નિર્દયી માતા-પિતાના વિરોધમાં ગુનો નોંધ્યો અને તેમની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર પંથકમાં લોકો આ ઘટનાને લઈને આક્રોશિત થયા છે અને બાળકના સુરક્ષિત બચાવ માટે પોલીસ તાકીદની કામગીરી કરી રહી છે. Previous Post Next Post