રાજકોટ રેસકોર્સને 50 કરોડથી નવું મોડર્ન સ્વરૂપ, ગાર્ડન-સ્પોર્ટ્સ સહિત અનેક સુવિધાઓ અપગ્રેડ થશે

રાજકોટ રેસકોર્સને 50 કરોડથી નવું મોડર્ન સ્વરૂપ, ગાર્ડન-સ્પોર્ટ્સ સહિત અનેક સુવિધાઓ અપગ્રેડ થશે

રાજકોટના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્ડને હવે આધુનિક અને વૈશ્વિક કક્ષાનું સ્વરૂપ આપવા તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 50 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ નવીનીકરણ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રેસકોર્સને માત્ર વોકિંગ કે મનોરંજનનું સ્થળ નહીં, પરંતુ સુરક્ષિત, સુવિધાસભર અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકાય તેવી આધુનિક જગ્યા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ માટે માસ્ટર પ્લાનિંગનું કામ શરૂ થઈ ગયું છે અને સમગ્ર ક્ષેત્રની બ્લુપ્રિન્ટ આગામી સમયમાં તૈયાર થશે.

નવી યોજનામાં રેસકોર્સના હયાત ગાર્ડન સહિતના અનેક બગીચાઓનું સંપૂર્ણ નવીનીકરણ, સ્પોર્ટ્સ સુવિધાઓનું અપગ્રેડેશન અને મેળાના મેદાનનો વિકાસ સામેલ છે. પરિસરમાં લાંબા સમયથી રહેલી પાર્કિંગ સમસ્યા હલ કરવા માટે વિશાળ અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ વિકસાવવામાં આવશે જેથી મુલાકાતીઓને વાહનો અંગે કોઈ ચિંતા ન રહે. નાગરિકો માટે આરામદાયક બેસવાની, હરિયાળી વધારવાની અને સમગ્ર વાતાવરણને સ્વચ્છ અને આકર્ષક પર ભાર મૂકાશે.

હાલના પ્લેનેટોરિયમને તોડી નવા આધુનિક ટેકનોલોજી ધરાવતા પ્લેનેટોરિયમનું નવનિર્માણ કરવાની પણ યોજના છે, જે બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને મનોરંજનનું કેન્દ્ર બનશે. રેસકોર્સમાં વોકિંગ અને એક્સરસાઇઝ સુવિધાઓને વધુ સશક્ત કરવા માટે વિશેષ રસ્તાઓ અને એરિયાની રચના કરાશે. સાથે જ રેસકોર્સ રીંગ રોડનો વોકિંગ ટ્રેક દીવાલની અંદર લાવવા અંગે ફરીથી વિચારણા ચાલી રહી છે.

રેસકોર્સ સંકુલમાં હાલ ક્રિકેટ, ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સ જેવી અનેક સ્પોર્ટ્સ સુવિધાઓ છે અને મેળાના મેદાનમાં રોજ મોટી સંખ્યામાં યુવાઓ ક્રિકેટ રમવા આવે છે. સમય સાથે કેટલીક સુવિધાઓ જૂની પડી ગઈ હોવાથી આ સમગ્ર સંકુલને આધુનિક જરૂરિયાતો પ્રમાણે અપગ્રેડ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. હાલમાં માસ્ટર પ્લાનનું પ્રાથમિક પ્રેઝન્ટેશન થયું છે અને હવે તેમાં સૂચનો તથા સુધારા બાદ ફાઇનલ પ્લાન તૈયાર કરવામાં આવશે, ત્યાર બાદ જ ગ્રાઉન્ડ લેવલ પર અમલ શરૂ થઈ શકે.

કમિશ્નરનું માનવું છે કે ગુણવત્તાસભર વિકાસ કાર્યો માટે ફંડ ક્યારેય અવરોધ બનતું નથી અને માસ્ટર પ્લાન ફાઇનલ થતા જ રાજ્ય–કેન્દ્ર સરકારની ગ્રાન્ટ્સ સહિત ફંડની વ્યવસ્થા સરળતાથી થઈ જશે. સાથે જ શહેરમાં ચાલી રહેલા અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ અને PMUની સ્થાપના બાદ, ટૂંક સમયમાં રેસકોર્સ રિનોવેશનને પણ ઝડપથી અમલમાં મૂકવામાં આવશે. નાગરિકો માટે આ પ્રોજેક્ટ શહેરના સૌથી મહત્વના અને પ્રિય સ્થળને નવા રંગરૂપ સાથે આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.

You may also like

રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં

રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી