રાજકોટ–જામનગર હાઈવે પર ધ્રોલ નજીક મોટો અકસ્માત: બસ પલટી, 15 મુસાફરો ઈજાગ્રસ્ત Nov 19, 2025 રાજકોટ–જામનગર હાઈવે પર ધ્રોલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બસ પલટી મારી ગઈ. ઘટનાની તીવ્રતા એટલી હતી કે બસમાં બેઠેલા મુસાફરો ચીસો પાડી ઉઠ્યા અને ક્ષણભરમાં હાઈવે પર અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં અંદાજે 15 જેટલા મુસાફરોને નાની–મોટી ઈજાઓ થઈ છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.માહિતી મુજબ અકસ્માત હાલાર હોટેલ નજીક થયો હતો. બસ પલટી જતા મુસાફરોને બહાર કાઢવા મુશ્કેલી પડી હતી, પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતથી હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેને નિયંત્રિત કરવા માટે પોલીસે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. હાલમાં અકસ્માતનાં કારણો જાણવા માટે આગળની તપાસ હાથ ધરાઈ છે. Previous Post Next Post