કાલે રેસકોર્સમાં સચેત-પરંપરા દ્વારા રામ સિયા રામ, સૈયારા, કબીરસિંહ સહિત હિટ ગીતો ગુંજી ઉઠશે Nov 18, 2025 રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠને ઉજવણી કરતા આવતીકાલે રાત્રે રેસકોર્સ ખાતે ભવ્ય મ્યુઝિકલ નાઈટ યોજાશે. માનપાના નિમંત્રણ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પોતાની મધુર અવાજથી રામ સિયા રામ, સૈયારા, કબીરસિંહ જેવા હિટ ગીતો રજૂ કરશે.કાર્યક્રમની શરૂઆત રાત્રે 8:00 કલાકે થશે અને શહેરીજનોને સુપરહિટ ગીતોથી સંગીતની મઝા માણવાની તક મળશે. આ સંગીત સંધ્યા સાથે મહાનુભાવોને ‘મેયર એવોર્ડ’ દ્વારા સન્માનિત કરાશે અને સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે.કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ કેબિનેટ મંત્રી અને શહેર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવશે, જ્યારે મેયર નયનાબેન પેઢડીયા અધ્યક્ષસ્થાને હાજર રહેશે. તંત્ર દ્વારા મંડપ, લાઈટ્સ, સાઉન્ડ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને સુરક્ષા માટે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી છે.મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા અને અન્ય પદાધિકારીઓ દ્વારા નગરજનોને આ મ્યુઝિકલ નાઈટ માણવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. Previous Post Next Post