ઇથોપિયામાં 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો: રાખના 15 કિમી ઊંચા વાદળો દિલ્હી સુધી પહોંચ્યા, ગુજરાતને પણ અસરની શક્યતા Nov 25, 2025 ઇથોપિયાના અફાર વિસ્તારમાં આવેલો હેલી ગુબ્બી જ્વાળામુખી લગભગ 12 હજાર વર્ષ પછી ફરી સક્રિય થયો અને રવિવારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાંથી નીકળેલી જ્વાળામુખીની રાખ તથા સલ્ફર ડાયોક્સાઇડ સીધા 15 કિમીની ઊંચાઈ સુધી પહોંચી ગઈ. આ રાખ રેડ સીને પાર કરીને યમન અને ઓમાનમાં પ્રવેશી ગઈ અને ત્યારબાદ પવનની દિશામાં બદલાવ આવતા તેનું વાદળ ભારત તરફ આગળ વધ્યું.સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ રાખ દિલ્હીની હદ સુધી પહોંચી ગઈ હતી. વેધર મોનિટરિંગ એજન્સીઓ સતત આ વાદળને ટ્રેક કરી રહી છે, કારણ કે તે આશરે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે.ભારતમાં રાખનો પ્રવેશ: રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં અસરવેધર ટીમ અનુસાર રાખનો પ્રથમ પ્રહાર પશ્ચિમ રાજસ્થાનમાં—ખાસ કરીને જોધપુર અને જૈસલમેર તરફથી—ભારતમાં આવ્યો. ત્યારબાદ તે ધીમે ધીમે હરિયાણા, દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગયો. નિષ્ણાતોનું કહેવું છે કે આ રાખનો થોડો ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે.મોટાભાગે આ વાદળ ઊંચાઈએ, એટલે કે 25,000 થી 45,000 ફૂટ વચ્ચે છે. તેથી જમીન પર સીધી અસર ઓછી છે, પરંતુ આકાશ હળવું ઝાંખું અને રંગબેરંગી દેખાવાની શક્યતા છે. પવન સાથે કેટલાક વિસ્તારોમાં સૂક્ષ્મ માત્રામાં રાખ પડવાની શક્યતા નકારી શકાય નહીં.ફ્લાઇટ ઓપરેશન પર અસર: અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદજ્વાળામુખીમાંથી ઊંચાઈએ ફેલાતી રાખ વિમાનોના એન્જિન માટે જોખમકારક બની શકે છે. રાખના કણો એન્જિનમાં ઘુસી જાય તો એન્જિન ફેઇલ થવાની શક્યતા રહે છે. આ કારણે—અકાસા એરએ જેદ્દાહ, કુવૈત અને અબુ ધાબીની ફ્લાઇટ્સ રદ કરી દીધી.KLMએ એમ્સ્ટરડેમ-દિલ્હી ફ્લાઇટ રદ કરી.ઇન્ડિગો અને એર ઇન્ડિયા સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.મુંબઈ એરપોર્ટે મુસાફરોને એરપોર્ટ આવતાં પહેલાં ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા જણાવ્યું.ફ્લાઇટ ટ્રેકિંગ નકશાઓમાં લાલ અને નારંગી જોખમી ઝોન દેખાઈ રહ્યા છે જ્યાં ફ્લાઇટ્સ ઊડાડવી જોખમી છે. આથી અનેક ફ્લાઇટ્સને પોતાનો રૂટ બદલવો પડ્યો છે.DGCAની ગાઇડલાઇન: વિશેષ સાવચેતીના આદેશભારતની DGCAએ એરલાઇન અને એરપોર્ટ માટે નીચેની સાવચેતી ફરજીયાત કરી છે—રાખવાળા વિસ્તારો ઉપરથી સીધી ઉડાન ન ભરવી.ફ્લાઇટનો રૂટ અને ઉડાનની ઊંચાઈ બદલવી.એરક્રાફ્ટ રાખના સંપર્કમાં આવ્યું હોય તો તાત્કાલિક રિપોર્ટ કરવો.રનવે, ટેક્સીવેઇ, એપ્રોન પર રાખ દેખાય તો ઝડપથી તપાસ અને સફાઈ કરવી.પાઇલટ્સને ખાસ એલર્ટ: એન્જિન પરફોર્મન્સ અથવા કોકપીટમાં ધુમાડો જણાય તો તરત જ કાર્યવાહી કરવી.વિસ્ફોટનું વૈજ્ઞાનિક મહત્ત્વહેલી ગુબ્બી શીલ્ડ વોલ્કેનો છે અને અફાર રિફ્ટનો ભાગ છે—પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો જ્યાં ધીમે ધીમે અલગ થઈ રહી છે એ વિસ્તાર. અહીં સતત ભૂગર્ભીય ફેરફારો થતા રહે છે. પરંતુ આ જ્વાળામુખી હજારો વર્ષોથી શાંત હતો, તેથી વૈજ્ઞાનિકો આ ઘટનાને અત્યંત દુર્લભ અને મહત્વપૂર્ણ માને છે.નિષ્ણાતોનું કહેવું છે—જો SO₂નું પ્રમાણ સતત વધી રહ્યું છે, તો જ્વાળામુખીમાં અંદર મેગ્મા દબાણ વધતું હોઈ શકે છે.પ્રથમ વિસ્ફોટ પછી આગામી દિવસોમાં વધુ વિસ્ફોટ થવાની સંભાવના રહે છે.સંશોધકો માટે આ એક "લાઈવ લેબોરેટરી" સમાન છે જ્યાં તેઓ પ્રાચીન જ્વાળામુખી કેવી રીતે સક્રિય થાય છે તે અભ્યાસ કરી શકે.સેટેલાઇટ અને રિમોટ સેન્સિંગ ટેકનીકનો ઉપયોગ કરીને જ વૈજ્ઞાનિકો હાલ પરિસ્થિતિને મોનિટર કરી રહ્યા છે, કારણ કે વિસ્તાર ખતરનાક હોવાથી ત્યાં સીધું પહોંચવું શક્ય નથી.જમીન પરના લોકો માટે ખતરો કેટલો?નિષ્ણાતો અનુસાર—રાખ જમીનથી ખૂબ ઊંચે છે, તેથી જમીન પર સીધો ખતરો ઓછો છે.શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા લોકો માટે યમન અને ઓમાને હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે.ભારતમાં AQI પર ખાસ અસર નહીં પડે, પરંતુ કેટલાક ટેકરી વિસ્તારોમાં SO₂ સ્તર વધે તેવી શક્યતા.મંગળવારે સવારે સૂર્યોદય સમયે આકાશમાં અસામાન્ય રંગો દેખાય તો એ રાખના વાદળની અસર હોવાનું નિષ્ણાતો માનતા છે. Previous Post Next Post