ભારતમાં અમેરિકન રાજદૂત સર્ગિયો ગોરના કાશ્મીર વિષયક નિવેદન વચ્ચે કેન્દ્ર ની જાહેરાત Aug 21, 2026 નવી દિલ્હી,લદ્દાખમાં હવે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ બેન્ચનો નિર્ણયભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રવાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો દાવ ચલાવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટની એક બેન્ચ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પાકિસ્તાનની નારાજગી વધવાની શક્યતા છે, જે પહેલેથી જ અસંતોષમાં છે.કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટની એક બેન્ચ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું, 'કેન્દ્રીય કેબિનેટે…લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટની એક બેન્ચ બનાવવાનો નિર્ણય લીધો છે. આનાથી લદ્દાખના દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે ન્યાય સુધી પહોંચ વધુ સારી બનશે, કારણ કે તેમને મળતી કાનૂની સેવાઓ માટે લાગતો સમય ઓછો થશે.' આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે સર્ગિયો ગોર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રવાસે છે.મોદી સરકારના આ નિર્ણયની લદ્દાખમાં ભારે પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ, તેને મોટો રાજદ્વારી દાવ પણ માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે આનાથી પાકિસ્તાનની નારાજગી વધુ વધશે, કારણ કે તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કોઈપણ ફેરફારનો વિરોધ કરતું આવ્યું છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370નો દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો ત્યારે પણ પાકિસ્તાનમાં ભારે વિરોધ થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટની એક બેન્ચ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આનાથી લદ્દાખના દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે ન્યાય સુધી પહોંચ ઘણી સારી બનશે, કારણ કે તેમને મળતી કાનૂની સેવાઓ મેળવવામાં લાગતો સમય ઓછો થશે તેમ અમિત શાહએ જણાવ્યું હતું.ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ પાકિસ્તાને અમેરિકન રાજદ્વારીને બોલાવ્યા છે.શ્રીનગરમાં મુલાકાત બાદ દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના વિશેષ દૂત સર્ગિયો ગોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'આ ભારતનો મહત્વપૂર્ણ હિસ્સો છે.' સર્ગિયો ગોરના પ્રવાસ બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં અમેરિકન ચાર્જ ડી'અફેર્સને બોલાવ્યા હતા. Previous Post Next Post