રાજકોટ જિલ્લા કલેકટર કચેરીને વહીવટ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર દ્વારા 35 નવા કલાર્ક ફાળવાયા Dec 23, 2025 રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર કચેરીને 35 નવા ક્લાર્ક ફાળવવામાં આવ્યા છે. જિલ્લાની મહેસુલી કચેરીઓમાં વહીવટ વધુ મજબૂત બને તે હેતુસર આ નિમણૂકો કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા નવા ક્લાર્કોને કલેકટર કચેરીની વિવિધ શાખાઓ ઉપરાંત પ્રાંત, મામલતદાર અને અન્ય મહેસુલી કચેરીઓમાં નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા છે.આ તમામ ક્લાર્ક કર્મચારીઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરી હોવાથી તેમને હાલ પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં એડહોક ધોરણે નિમણૂક આપવામાં આવી છે. નાણા વિભાગના ઠરાવ અનુસાર જરૂરી બાહેધરી પત્રક પણ કર્મચારીઓ પાસેથી લેવામાં આવ્યું છે.જિલ્લામાં થયેલી નિમણૂકોમાં વંદના ભાવેશભાઈ જોબનપુત્રાને પ્રાંત-1 કચેરીમાં, જુહી ચીરાગભાઈ માણેકને કલેકટર કચેરીની મેજિસ્ટ્રેયલ શાખામાં, કુ. વૈશાલી કેશુભાઈ સેંજલીયાને ધોરાજી મામલતદાર કચેરીમાં તથા યાજ્ઞિક લાલજીભાઈ સભાયાને રાજકોટ કલેકટર કચેરીની ખાસ શાખામાં જવાબદારી સોંપવામાં આવી છે.તે ઉપરાંત કિરણબેન નાંગળને પ્રાંત-1 કચેરીમાં, કલ્પરાજસિંહ ચુડાસમાને રાજકોટ પ્રાંત-2 કચેરીમાં, નમ્રતાબેન ગાંભવાને રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરીમાં, ઉત્તમ પેઢડીયાને પડધરી તાલુકા મામલતદાર કચેરીમાં, રોશની ગોડલીયાને રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીમાં, પુષ્પરાજસિંહ રાણાને રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીમાં, શિવાની મહેતાને લેન્ડ ગ્રેબિંગ સેલ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં, ખુશાલીબા સોલંકીને રાજકોટ શહેર પશ્ચિમ મામલતદાર કચેરીમાં, મીતેશભાઈ શેખને રાજકોટ કલેકટર કચેરીની મહેકમ શાખામાં, મીલન ગોડલીયાને કોટડાસાંગાણી મામલતદાર કચેરીમાં, જીતેન ચાવડીયાને ગોંડલ પ્રાંત કચેરીમાં, અપેક્ષાબા જાડેજાને જિલ્લા પુરવઠા કચેરીમાં તેમજ નિરાલીબા ગોહીલને રાજકોટ શહેર પૂર્વ મામલતદાર કચેરીમાં નિમણૂક આપવામાં આવી છે.આ રીતે કુલ 35 નવા ક્લાર્ક કર્મચારીઓને રાજકોટ જિલ્લાના વિવિધ મહેસુલી કચેરીઓમાં જવાબદારી સોંપવામાં આવી છે, જેના પરિણામે વહીવટી કામગીરી વધુ સુગમ અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. Previous Post Next Post